ખ્વાજા ગરીબ નવાઝ વેલ્ફેર ટ્રસ્ટ(રોશની સબકે લીયે)
(લોભ, લાલચ અને સ્વાર્થ વગર અવશ્ય સેવા કરો)
નિ:શુલ્ક સિલાઈ મશીનનું વિત્રરણ (પોગ્રામ નં ૭ ) અને વિદાય સમારોહ
ખ્વાજા ગરીબ નવાઝ વેલફેર ટ્રસ્ટ તરફથી સુફી સંત હઝરત નિઝામુદદ્દીન ઔલિયા (દિલ્લી) ના 721માં ઉર્ષ પુણ્યતિથિ ની યાદ માં તારીખ ૦૧/૧૨/૨૦૨૪ રવિવાર સવારે ૧૧ કલાકે ખ્વાજા ગરીબ નવાઝ મેડીકલ સ્ટોર ગોપીપુરા પર ૮ જરૂરતમંદ બેહનોને સિલાઈ મશીન Free આપવામાં આવેલ.
વિદાય સમારોહમાં છેલ્લા ૮ વર્ષથી ટ્રસ્ટમાં સેવા આપતી સાઝિયા જાકીર પઠાણને ૫૧,૦૦૦નો ચેક, ટ્રોફી, અને બુકે આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય મેહમાન તરીકે (૧) પી.એસ.આઈ સૈયદ ઈરફાન (બીલીમોરા જિલ્લા નવસારી ), (૨) કોર્પોરેટર રેશ્માબેન લપસીવાલા (SMC સુરત), (૩) પ્રોફેસર તૌસિફ અન્સારી (G.E.S. Class II Officer, Career Guide & Councellor), (૪) ડૉ. નિસર્ગ ચાંપાનેરીયા (M.D. Pathologist) (૫) યતીસ કન્સારીવાલા (DMLT) હાજર રહયા હતા.
લી. KGNWT: ૯૨૨૭૫ ૧૧૭૮૬