. ખ્વાજા ગરીબ નવાઝ વેલ્ફેર ટ્રસ્ટ ની સ્થાપના ૨૦૧૪ માં થઇ હતી.

. કોઈ પણ ધર્મજાતના ભેદભાવ વગર લોકોની સેવા કરવી

. અમારું ટ્રસ્ટ મેડિકલ તથા શિક્ષણ ક્ષેત્રમાં લોકો ની સેવા કરે છે.

. ટ્રસ્ટ દ્વારા ચાલતા મેડિકલ સ્ટોર દ્વારા વર્ષમાં (શહેરના બધાજ લોકો માટે દરેક દવામાં ૨૨% ડિસ્કાઉન્ટ, અમારી જાણકારી મુજબ સમગ્ર ભારતમાં એલોપેથિક દવાઓમાં પહેલો મેડિકલ સ્ટોર,૦૬,૧૪,૪૪૨ રૂપિયા  ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું, ટ્રસ્ટ દ્વારા ચાલતા લેબોરેટરીમાં (૫૦% ડીસકાઉન્ટ) તથા સોનોગ્રાફી સેન્ટર (ફક્ત ૩૦૦ રૂપિયા, ડિજિટલ એક્સરે ફક્ત ૧૫૦ રૂપિયામાં) દ્વારા ત્રણ વર્ષમાં ,૯૯,૩૯,૮૯૭ રૂપિયા ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું, ચાર વર્ષમાં અનેક વાર (જેમકે રાષ્ટ્રીય પર્વના ભાગરૂપે) ૩૦૦૦ જરૂરતમંદ લોકોને ૧૫,૦૦,૦૦૦ રૂપિયાની દવા મફત આપવામાં આવી, ચાર વર્ષમાં અનેક વાર સિવિલ, સ્મીમેર તથા શહેરની ૧૫ જેટલી હોસ્પિટલના દર્દીઓને ફૂડ પેકેટનું વિતરણ તથા જમવાનું તથા નવજાત શિશુઓને આર્થિક સહાય કરવામાં આવી, ચાર વર્ષમાં સુરત શહેરની સરકારી સ્કૂલોમાં ૧૧,૦૦૦ નોટબૂક નું વિતરણ કરવામાં આવ્યું, ચાર વર્ષમાં અનેક વાર નારી સંરક્ષણ ગૃહની બેહનો અને અંધજન શાળાના વિદ્યાર્થીઓ માટે તેમની જરૂરિયાત મુજબ મદદ કરવામાં આવીચાર વર્ષમાં અનેક વાર  સેમિનાર, કોમી એકતા સંમેલન, બાળકો માટે ચિત્રકામ સ્પર્ધા તથા તાજિયાના સરઘસ તથા ગણેશ વિસર્જનના સરઘસમાં પાણીની પરબનું આયોજન કરવામાં આવ્યું,   અત્યાર સુધી ૧૨ જેટલા બ્લડ કેમ્પ યોજ્યા જેમાં ૧૦૦૦ જેટલા યુનિટ બ્લડ લેવામાં આવ્યું, ૨૦૦ થી વધુ મેડિકલ કેમ્પ યોજાયા, ૫૦૦ બેવાઓને રોકડ સહાય તથા અનાજ કીટ વિતરણ કરવામાં આવ્યું, શૈક્ષણિક અને વ્યવસાયિક માર્ગદર્શન આપવામાં આવે છે અને બીજા ઘણા કર્યો કરવામાં આવે છે.

. અમારા NGO ને સરકાર દ્વારા કોઈ સહાય મળતી નથી.

. આખા શહેરના લગભગ ૧૫૦૦ થી વધુ વ્યક્તિ દરરોજ અમારા ટ્રસ્ટની   સેવાઓના ફાયદો ઉઠાવે છે, પરંતુ  નાણાકીય સહાય કોઈ કરતુ નથી (પણ ટ્રસ્ટે બ્લડ બેંક તથા બીજી ઘણી સેવાભાવી સંસ્થાઓને દાન આપ્યું છે.)

. ઘણા સારા અને ખરાબ અનુભવો થયા છે.

. અમારું આગામી લક્ષ્યાંક લાઈબ્રેરી, એમ્બ્યુલન્સ અને ભુખ્યાઓને ભોજન આપવાનું છે.

૧૦. જેવી રીત અમારું ટ્રસ્ટ લોક સેવામાં કાર્ય કરે છે, જેમ કે ૨૦૧૮૧૯ માં ૫૯ પ્રોગ્રામ કર્યા તે રીતે શહેરના બધા ટ્રસ્ટો લોકસેવામાં કામ કરે અને શહેરની જનતા ને વધુમાં વધુ ફાયદો મળતો રહે.